આમરણ પીપળીયા રોડ ઉપર મોડપર ગામે એલસીબીનો દરોડો મોરબી : મોરબી એલસીબી ટીમે આમરણ પીપળીયા રોડ ઉપર મોડપર ગામે દરોડો પાડી અક્ષય નામના શખ્સની દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપી લેવાની સાથે અક્ષયના ઘેર છાપો મારી પાંચ બોટલ વિદેશી દારૂ કબ્જે કરી પ્રોહીબિશન એકટ હેઠળ મોરબી તાલુકા પોલીસ મથકમાં કાર્યવાહી કરી હતી.જો કે, દરોડા દરમિયાન અક્ષય હાથ લાગ્યો ન હતો. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમે આમરણ પીપળીયા રોડ ઉપર મોડપર ગામની સીમમાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની બાતમીને આધારે દરોડો પાડી આરોપી અક્ષય વિનુભાઈ સોલંકીની દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લઈ 300 લીટર આથો, ભઠ્ઠીના સાધનો, ગેસનો ચૂલો, બાટલો સહિત 2500નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જો કે દારૂનો ધંધાર્થી અક્ષય હાજર નહિ મળી આવતા અક્ષયના મોડપર સ્થિત ઘરે એલસીબી ટીમે દરોડો પાડતા ઘરમાંથી કાઉન્ટી કલબ બ્રાન્ડની પાંચ બોટલ વિદેશી દારૂ કિંમત રૂપિયા 1500 મળી આવ્યો હતો. જો કે, આરોપી પોલીસના હાથ ન લાગતા અક્ષયને ફરાર દર્શાવી એલસીબી પોલીસે મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધાવ્યો હતો.