હળવદ : મોરબીનો શખ્સ હળવદની સગીરાને ભગાડી ગયાની શંકા દર્શાવતી ફરિયાદ નોંધાઈ છે. હળવદ પોલીસ મથકે મોરબીના અશોકભાઈ ધારીયાભાઈ દેવીપૂજક ગત તા.6 એપ્રિલના રોજ હળવદ નજીક રહેતી સગીરાને લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી ભગાડી ગયો હોવાની ફરિયાદ સગીરાની માતાએ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.