સુપર માર્કેટના તા.18 સિસિટીવી ફૂટેજ વાયરલ, વીડિયોમાં 4 લુખ્ખાઓ વિદ્યાર્થીઓને પગ મારી રહ્યા હોવાના દ્રશ્યો થયા કેદ, કંઈક બોલીને પજવણી પણ કરી વિડિયો આખા મોરબીમાં વાયરલ : હવે પોલીસ પાણી બતાવી જુએ, સભ્ય સમાજ ન સાંખી લ્યે તેવી ઘટના : નેતાઓ પણ શું કરે છે તે જોવું રહ્યું મોરબી : સરકાર અત્યારે મહિલા સશક્તિકરણ અને મહિલાઓને પ્રોત્સાહન આપવાના ઢોલ પીટી રહી છે. પણ ગ્રાઉન્ડ ઉપરની વાસ્તવિકતા કંઈક જુદી જ હોવાની ચાડી મોરબીની એક ઘટના ફૂંકી રહી છે. મોરબીના સુપર માર્કેટના સીસીટીવી ફુટેજનો વીડિયો વાયરલ થયો છે. જેમાં ચાર લુખ્ખાઓ સરાજાહેર દીકરીઓની છેડતી કરતા નજરે પડે છે. મોરબીમાં હાલ સોશિયલ મીડિયામાં સુપર માર્કેટનો તા.18ના રોજનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં 4 લુખ્ખાઓ સ્કૂલે જતી દીકરીઓને પગ મારવાના પ્રયાસ કરી રહ્યા હોય અને જાણી જોઈને આડા પગ રાખી રહ્યા હોવાના દ્રશ્યો કેદ થયા છે. આ ઉપરાંત જ્યારે દીકરીઓ ત્યાંથી ચાલી જાય છે ત્યારે પાછળથી પજવણી કરવા જોરજોરથી બુમો પણ પાડતા હોવાનું વીડિયોમાં દેખાય આવે છે. આ સીસીટીવી ફુટેજમાં વિડિયોનો સમય સવારે 7 વાગ્યાનો બતાવવામાં આવી રહ્યો છે.એનો મતલબ કે જ્યારે દીકરીઓ સ્કૂલે જાય છે ત્યારે આ લુખ્ખાઓ ખાસ તેમની છેડતી કરવા જ વહેલા ઉઠીને માર્કેટમાં ગોઠવાય જાય છે. બીજું આ વિસ્તારના લોકોએ પણ કહ્યું છે કે સવારના અને મોડી રાત્રીના અહીં દુકાનો બંધ હોય લુખ્ખાઓ બેફામ બની જાય છે. સભ્ય સમાજ ક્યારેય સાંખી ન લ્યે તેવી ઘટનામાં મોરબી પોલીસ કેટલું પાણી બતાવે છે. તે હવે જોવું રહ્યું. ઉપરાંત સુરક્ષાના મુદ્દે અવારનવાર નિવેદન આપતા નેતાઓ પણ આ મામલે કેટલા આક્રમક બને છે તે પણ જોવું રહ્યું. ટૂંકમાં આ ચારેય લુખ્ખાઓ સામે પોલીસની ધાક સાથે એવી કાર્યવાહીની જરૂર છે કે આખા મોરબીમાં બીજી વખત શાળાએ જતી દીકરી કે કોઈ પણ મહિલા સામે આંખ ઉપાડીને જોતા પહેલા લુખ્ખાઓ સો વખત વિચાર કરે. https://youtu.be/_xPplfuTCNI