ધોતી- કુર્તામાં જ રહેતો ધો.12નો આ છાત્ર આપણી સંસ્કૃતિના ફેલાવા માટે અત્યારથી જ કમર કસે છે મોરબી : શ્રીમદ ભગવત ગીતાના ૭૦૦ શ્લોક કંઠસ્થ એટલુજ નહિ તે શ્લોકને સ્પષ્ટ સંસ્કૃતમાં ઉચ્ચારો સાથે આરોહ અવરોહમાં લય સાથે બોલે. ૭૦૦ શ્લોક ચડતા કે ઉતરતા ક્રમમાં બોલી શકે. તમે કહો તે શ્લોકનો અર્થ પણ આપે, માત્ર પોપટીયું કે ગોખેલું જ્ઞાન નહિ તે વિષય ઉપર ખુબ સરસ ચર્ચા કરી શકે તેવી પ્રતિભા એટલે સુજલ પરેશભાઈ ભટ્ટ.. ૨૦૨૩માં ધોરણ ૧૨ની સંસ્કૃત માધ્યમમાં પરીક્ષા આપનાર સુજલ પરેશભાઈ ભટ્ટ જેને સુરત ખાતે યોજાયેલ રાજ્યસ્તરીય શાસ્ત્રીય સ્પર્ધામાં શાસ્ત્રો કંઠસ્થ વિભાગમાં ભાગ લીધેલ જેમાં તેમનો સમગ્ર ગુજરાતમાં બીજો નંબર આવેલ હતો.આ સ્પર્ધામાં અન્ય વિભાગો પણ હતા..જેમાં વેદ સ્પર્ધા ,પુરાણ શલાકા, આશુભાષણ વગેરે. સુજલને આ પ્રેરણા ક્યાંથી મળી ? પરમ પૂજ્ય માં કનકેશ્વરી દેવીજીના ખોખરા હનુમાન આશ્રમમાં આવેલ સંસ્કૃત પાઠશાળામાં સુજલે ધોરણ ૧૨ સુધી અભ્યાસ કરેલ છે તેની આ પ્રતિભાને પ્રેરણા આપવામાં સંસ્કૃત પાઠશાળાના ગુરુજીની મહત્વની ભૂમિકા છે.. ગુજરાતમાં ૪૬ સંસ્કૃત પાઠશાળાઓ આવેલ છે જેમાં વિધાર્થીઓ સંસ્કૃત ભાષા, શાસ્ત્રો, પુરાણો વેદો, ઉપનીષદો અંગે જ્ઞાન મેળવે છે અને તેનો ઉપયોગ કરી સમાજમાં એક નવા વિચાર અને અભિગમને ફેલાવે છે સુજલને સંસ્કૃતિ અને શાસ્ત્રો પર ગૌરવ છે આજના તેના જેવડા યુવાનો ફેશન અને મોબાઈલમાં રચ્યા પચ્યા રહે છે. ત્યારે સુજલ શાસ્ત્રો, સંસ્કૃતિની વાતો કરે છે અને સૌથી વધારે આશ્ચર્યએ વાતનું થાય કે સુજલ ભારતીય પ્રાચીન પરંપરાને જીવંત રાખતા પોષક ધોતી અને ઝભ્ભો પહેરે છે અને તેનું તેને ગૌરવ છે. પરમ પૂજ્ય માં કનકેશ્વરી દેવીજીના માર્ગદર્શન હેઠળ તેમની સંસ્કૃત પાઠશાળા ભારતીય સંસ્કૃતિને ખુબ ફેલાવશે અને સંસ્કૃત પાઠશાળાના માધ્યમથી જે વિધાર્થી પ્રતિભા ખીલશે તે નુતન ભારતની રચના કરશે જેમાં દેવભાષા સંસ્કૃત અને આપણા જે શસ્ત્રો અગ્રેજો,અમેરિકાનો ,જર્મનો અભ્યાસ કરીને અવનવી શોધો કરે છે તે ભારતમાં થશે અને વિશ્વની એક માત્ર જીવિત પ્રાચીન સંસ્કૃતિ પુનઃ જાગૃત થઇ સમગ્ર વિશ્વ પર વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે નુતન વિશ્વની રચના કરશે. તેમ સંજયભાઈ વિરડીયાની યાદીમાં જણાવાયું છે.