મોરબી : મોરબીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની BBA સેમ-4ની પરીક્ષા ચાલી રહી છે. જેમાં વિરપર ખાતે આવેલ નવયુગ કોલેજના કેન્દ્રમાં માર્કેટિંગના પેપરમાં બે વિદ્યાર્થીઓ ગેરરીતિ આચરતા ઝડપાયા હતા. જેથી ઓબ્ઝર્વર દ્વારા આ બન્ને વિદ્યાર્થીઓ વિરુદ્ધ કોપી કેસ કરવામાં આવ્યો છે.