મોરબીઃ ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ગૌ માતાને પીવાનું પાણી મળી રહે તેવા ઉમદા હેતુથી મોરબીના કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા અવેડા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા વિનામૂલ્યે ગૌ માતા માટે પાણી પીવાના અવેડા બનાવી આપવામાં આવશે. કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા જણાવાયું છે કે, મોરબીમાં જે લોકો પોતાના ઘર, ઓફિસની બહાર ગૌ માતા માટે પાણીની સગવડ કરવા માંગતા હોય તેઓને સિમેન્ટની પાણીની 200 લિટરની ક્ષમતા ધરાવતી ટાંકી ફ્રીમાં મૂકી આપવામાં આવશે. આ ટાંકી મૂકવા માટે 3 ફૂટ x 2 ફૂટ જગ્યા રાખવી પડશે. તો જે કોઈને ગૌ માતા માટે પાણીની ટાંકી મૂકવી હોય તેઓએ વહેલા તે પહેલાના ધોરણે કર્તવ્ય જીવદયા કેન્દ્રનો મો.નં. 7574885747 પર સંપર્ક કરવા જણાવાયું છે.