મોરબી: વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ આયામ દ્વારા આગામી ૧૨-૦૫-૨૦૨૩ થી ૧૫-૦૫-૨૦૨૩ સુધી માતૃશક્તિના પ્રશિક્ષણ વર્ગ તેમજ તા. ૧૦-૦૫-૨૦૨૩ થી ૧૭-૦૫-૨૦૨૩ સુધી દુર્ગાવાહિનીના પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મોરબી જિલ્લામાંથી મોટી સંખ્યામાંથી માતૃશક્તિની બહેનો અને દુર્ગાવાહિનીની દીકરીઓ આ વર્ગમાં જોડાય તે હેતુથી મોરબી શહેર કાર્યકર્તા બહેનોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના માતૃશક્તિ સંયોજીત પૂર્વીબેન શુક્લ દ્વારા પ્રશિક્ષણ વર્ગમાં દૈનિક દિનચર્યા શું રહેશે તેના વિશેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ માતૃશક્તિ જયશ્રીબેન વાઘેલા દ્વારા વિશ્વ હિન્દુ પરિષદના કામોનો ટુંકો અહેવાલ આપવામાં આવ્યો હતો. આ તકે જામનગર જિલ્લા સંયોજીકા- પ્રાંત કાર્યકરની હીનાબેન અગ્રાવત, જામનગર જિલ્લા સહ સંયોજીકા ભાવનાબેન મણિયાર ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં મોરબી જિલ્લાની ૨૫ બહેનો હાજર રહ્યા હતા. આગામી મે મહિનામાં યોજાનાર માતૃશક્તિ અને દુર્ગાવાહિનીના વર્ગોમાં મોરબી જિલ્લામાંથી જે બહેનો અને દીકરીઓએ રજીસ્ટ્રેશન કરવા માટે જયશ્રીબેન વાઘેલા મો. નં. ૭૦૧૬૭૦૭૦૨૦ પર નામ નોંધાવવા માટે સંપર્ક કરવાનો રહેશે. રજીસ્ટ્રેશન કરવા માટે છેલ્લી તા. ૫-૫-૨૦૨૩ રહેશે.