5 દર્દીઓ રિકવર થતા એક્ટિવ કેસ 36 થયા મોરબી : મોરબીમાં કોરોના હવે જાણે ઓસરી રહ્યો હોય તેમ કેસની સંખ્યા ઘટતી જઈ રહી છે. આજે જિલ્લામાં કુલ 6 જ કેસ નોંધાયા છે. મોરબી જિલ્લામાં આજે આરોગ્ય વિભાગ દ્વારા 617 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 6 જેટલા લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. મોરબી ગ્રામ્યમાં 5, મોરબી શહેરમાં 1 નોંધાયો છે. જ્યારે મોરબી તાલુકામાંથી 2 અને વાંકાનેર, હળવદ, ટંકારામાંથી 1-1 મળી કુલ 5 દર્દીઓ રિકવર થયા છે. જેને પગલે આજની સ્થિતિએ કોરોનાના એક્ટિવ કેસ 36એ પહોંચી ગયા છે.