મોરબી : મોરબી જિલ્લામાં કોરોના કાબુમાં હોય તેવી સ્થિતિ વચ્ચે આજે સમગ્ર જિલ્લામાં માત્ર પાંચ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગ મોરબીના સત્તાવાર આંકડા મુજબ આજે મોરબી જિલ્લામાં કુલ 738 સેમ્પલ ટેસ્ટિંગ કરવામાં આવતા મોરબી ગ્રામ્યમાં 3 અને સિટીમાં 2 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા.આજના દિવસે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 46 થવા પામી છે. જિલ્લામાં આજે પાંચ દર્દીઓ સાજા નરવા થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.