મોરબી : મોરબી એસઓજી ટીમે મોરબી - વાંકાનેર હાઇવે ઉપર રફાળેશ્વર નજીકથી રીક્ષા ચાલક ઇરફાન રફીકભાઈ સમા રહે. મોરબી સો ઓરડી વિસ્તાર વાળાને દેશી બનાવટના તમંચો કિંમત રૂપિયા 1000 સાથે ઝડપી લઈ મોરબી તાલુકા પોલીસ મથકમાં આર્મ્સ એકટ અન્વયે ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.