આગની ઉપરા ઉપરી બે ઘટના સામે આવતા ફાયર બ્રિગેડ દોડ્યું મોરબી : મોરબીમાં આજે સાંજના સમયે આગની બે ઘટના સામે આવી હતી જેમાં એક ઘટનામાં વાંકાનેર હાઇવે ઉપર આઇસર ટ્રકમાં આગ ભભૂકી હતી તો બીજી ઘટનામાં નવાગામ રોડ ઉપર સોમનાથ પેપરમિલમા આગ લાગતા બન્ને સ્થળે આગ બુઝાવવા માટે ફાયર બ્રિગેડની ગાડીઓ દોડી હતી અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવવા પ્રયાસો શરૂ કર્યા છે.