ટંકારા : મુસ્લિમ બિરાદરો રમજાન માસ નિમિત્તે રોજું રાખી અલ્લાહની બંદગી કરી રહ્યા છે. ત્યારે ટંકારાના શાહનવાઝ માડકીયા નામના 9 વર્ષના બાળકે પણ પવિત્ર રમજાન માસનું રોજું રાખ્યું હતું. ટંકારાના ઈશાભાઈ કરીમભાઈ માડકીયા ના 9 વર્ષના પુત્ર શાહનવાઝ માડકીયાએ અગાઉ પણ પવિત્ર રમજાન માસના બે રોજા રાખ્યા હતા અને અત્યારે 24મું રોજું રાખીને અલ્લાહ તાલાની બારગાહે મુકશદમાં પોતાના ઈમાનનું સબૂત પેશ કરી અલ્લાહની બંદગી કરી હતી.