વાંકાનેર : વાંકાનેર નેશનલ હાઈવે ઉપર રેલવે બ્રિજ પાસે ડબલ સવારી એક્ટીવા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા એક યુવાનનુ ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું જયારે અન્ય એક યુવાનને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર નેશનલ હાઇવે ઉપર રેલ્વે બ્રિજ નજીક એકટીવા નંબર GJ - 03 - HN - 3054 લઈને જઈ રહેલ બે યુવાનને ટ્રક નંબર MH - 24 - AU - 6843 સાથે અકસ્માત સર્જાતા વાંકાનેરની ગેલેક્સી સોસાયટીમાં રહેતા સાબિર મહંમદભાઈ શેરસીયાનું ગંભીર ઈજાઓ થતા ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જયારે આ અકસ્માતમા ગેલેક્સી સોસાયટીમાં રહેતા મોહંમદઅવેશ ઈદ્રીશભાઈ બાદીને પગમાં ગંભીર ઈજાઓ પહોંછતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.