મોરબી : મોરબી હિન્દુ યુવા વાહિની દ્વારા ડો.બાબા સાહેબની જન્મજયંતી નિમિતે ડો.બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને ફુલહાર કરી કોટી કોટી બ=વંદન કરવામાં આવ્યા હતા. વિશ્વનું સૌથી મોટું માનવ લિખિત બંધારણ ઘડી ભારત દેશના વિવિધ સંપ્રદાયો,ધર્મો જાતિઓ અને ભાષાઓ રૂપી મોતિઓ ને એક દોરામાં પરોવવાનું કામ જેમને કર્યું એ વિરલ વ્યક્તિત્વ એટલે બાબા સાહેબ, આવા મહામાનવ ને તેમની 132મી જન્મજયંતી નિમિત્તે કોટી કોટી વંદન કરીને ફૂલહારથી વધાવીને તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. હિન્દુ યુવા વાહિની મોરબી જિલ્લા મોરબી શહેર અને તાલુકા દ્વારા જન્મ જયંતી નિમિત્તે નેહરૂ ગેટ ચોકમાં ફુલહારથી સ્વાગત કરવામાંઆવ્યું હતુ જેમાં મોટી સંખ્યામાં હિન્દુ યુવા વાહિનીના અધિકારી તથા કાર્યકર્તા ભાઈઓ હાજર રહ્યા હોવાનું કે.બી.બોરીચા હિન્દુ યુવા વાહિની મોરબી જિલ્લા અધ્યક્ષની યાદીમાં જણાવાયું છે.