મોરબી: સ્વામિનારાયણ સંસ્કારધામ મોરબી તથા સંસ્કારધામ મહિલા મંડળ અને સંસ્કાર ઇમેજિંગ સેન્ટર મોરબી દ્વારા આજરોજ તારીખ 23 મોરબીના સંસ્કાર ઈમેજિંગ હોલ ખાતે મેનોપોઝ આરોગ્ય અને તેની સંપૂર્ણ સમજણ વિશેના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આજે તારીખ 13 એપ્રિલ ને ગુરુવારે સાંજે 4 થી 6 કલાકે મોરબીના સંસ્કાર ઈમેજિંગ હોલ ખાતે યોજાયેલા આ સેમિનારમાં ડો. હેમા પટેલ (સ્ત્રીરોગ નિષ્ણાત, સદભાવના હોસ્પિટલ,મોરબી)એ ઉપસ્થિત રહી મહિલાઓને મેનોપોઝ વિશે માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મોરબીના જાણીતા ગાયનેકોલોજીસ્ટ ડો. હીનાબેન મોરીએ કર્યું હતું.