મોરબી : મોરબી જિલ્લા અનુસીચિત જાતિ સમાજ દ્વારા બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની હર્ષોલ્લાસભેર ઉજવાનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે 14 એપ્રિલને શુક્રવારે ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિતે ભવ્ય રેલીનું આયોજન કરાયું છે. બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ અવસરે સવારે 9-30 વાગ્યે સ્ટેશન રોડ ખાતે આવેલી વણકર સમાજની ઓફીસ ખાતેથી ડો. બાબા સાહેબ આંબેડકરની ભવ્ય રેલી નીકળશે અને આ રેલી મુખ્યમાર્ગો ઉપર ફરીને ગાંધીચોક થઇ નગરપાલિકા ખાતે આવેલી ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ પહોંચીને પૂર્ણ થશે. જ્યાં સમાજના આગેવાનો અને રાજનેતાઓ ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અને પુષ્પાજંલી અર્પણ કરશે. આ રેલીમાં સમાજના લોકો મોટી સંખ્યા લોકો જોડાઈ જય ભીમના નારા સાથે ડો. બાબા સાહેબની જન્મ જયંતિ મનાવશે. આ ઉપરાંત ભીમભજન સહિતના કાર્યક્રમોના આયોજનો પણ કરવામાં આવ્યા છે.