મોરબી : મોરબી સર્વોપરી સ્પોર્ટ્સ ક્લબ આયોજિત સર્વોપરી નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદઘાટન આજે રાત્રે મોરબી માળીયા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય તેમજ મોરબી જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ કાંતિલાલ અમૃતિયાના હસ્તે થશે. મોરબી સર્વોપરી સ્પોર્ટ્સ ક્લબની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ આજે રાત્રે 8 કલાકે નવા સાદુળકા ખાતે સર્વોપરી કેમ્પસમાં સર્વોપરી નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થઈ રહ્યો છે, આજે ટુર્નામેન્ટનું મોરબી માળીયા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય તેમજ મોરબી જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ કાંતિલાલ અમૃતિયા ઉદઘાટન કરનાર હોય મોરબીની દરેક ક્રિકેટપ્રેમી જનતાને આ ઉદઘાટન કાર્યક્રમમાં ઉત્સાહભેર જોડાવવા સર્વોપરી સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આમંત્રણ પાઠવાયું છે.