સીમમાં વૃક્ષના છાંયડે ચાલતો હતો જુગાર : રૂ.૮૩ હજારની રોકડ કબ્જે ટંકારા : ટંકારા તાલુકાના નસીતપર ગામની સીમમાં ચાલતા જુગાર ઉપર એલસીબી ટીમે દરોડો પાડી જુગાર રમી રહેલા કુલ ૭ શખ્સોને રોકડા રૂ. ૮૩,૫૦૦ના મુદામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એલસીબીએ ટંકારા તાલુકાના નસીતપર ગામની સીમમાં થોરાળાના સીમાડા તરીકે ઓળખાતી સીમમાં કાચામાર્ગે ઝાડ નીચે જાહેરમાં ગંજીપતાનો જુગાર રમતા પ્રભુભાઇ કુંવરજીભાઇ બોરસાણીયા, ઉ.વ. ૬૦ રહે. નસીતપર, લખમણભાઇ મગનભાઇ બરાસરા ઉ.વ. પર રહે. નસીતપર, શૈલેષભાઇ સવજીભાઇ ઘોડાસરા ઉ.વ. ૪૨ રહે. ખાનપર, નાનાલાલ ભાણજીભાઇ બરાસરા ઉ.વ. ૫૭ રહે. નસીતપર, મુકેશભાઇ ધીરૂભાઇ પીપળીયા ઉ.વ. ૩૫ રહે. નેસડા (ખાનપર), ઇબ્રાહીમભાઇ ગુલાબભાઇ ચૌહાણ ઉ.વ. ૫૬ રહે. નેસડા, ભરતભાઇ છગનભાઇ કડીવાર ઉ.વ. ૪૯ રહે. નસીતપરવાળાને રોકડા રૂ.૮૩,૫૦૦/- સાથે પકડી પાડી ગુનો દાખલ કરેલ છે. આ કામગીરીમાં ડી.એમ.ઢોલ, પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI કે.જે.ચૌહાણ, એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી. / પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો જોડાયેલ હતાં.