મોરબી : આગામી તારીખ 16 એપ્રિલ ને રવિવારના રોજ મોરબીના સામાકાંઠે આવેલ મહાપ્રભુજીની બેઠક ખાતે જગદગુરુ વલભાચાર્યજીનો 546મો પ્રાગટ્ય મહોત્સવ ઉજવવામાં આવશે. મહાપ્રભુજીના પ્રાગટ્ય મહોત્સવ પ્રસંગે સવારે 7 કલાકે પ્રબોધ સમય જાગ્યાના દર્શન, 7-30 કલાકે મંગળાના દર્શન, 8 કલાકે શણગાર દર્શન, બપોરે 1 કલાકે રાજભોગ દર્શન અને 3 કલાકે નંદ મહોત્સવ અને તિલક દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સવારે 7 થી બપોરે 1 કલાક સુધી અપરસમાં ઝારી ચરણ સ્પર્શનો ક્રમ રહેશે. બપોરે 3 થી સાંજે 7 વાગ્યા સુધી પ્રાગટ્ય દર્શન થઈ શકશે. તો મોરબીની સકલ વૈષ્ણવ અને સનાતન ધર્મ પ્રેમી જનતાને આ પ્રાગટ્ય મહોત્સવના દર્શનનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.