વાંકાનેર - મોરબી હાઇવે ઉપર દરિયાલાલ હોટલ સામે બનેલો બનાવ મોરબી : વાંકાનેર - મોરબી હાઇવે ઉપર દરિયાલાલ હોટલ નજીક ટ્રક ચાલકે સાઈડ કાપવાની લ્હાયમા કારને ઠોકર મારી પલ્ટી ખવડાવી દઈ અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક ટ્રકને રેઢો મૂકી નાસી ગયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના આલાપ રોડ ઉપર અંજની પાર્કમાં રહેતા સુકેતુકુમાર સુરેશભાઈ આઘારા પોતાની ઝેન એસ્ટીલો કાર લઈને જતા હતા ત્યારે વાંકાનેર - મોરબી હાઇવે ઉપર દરિયાલાલ હોટલ નજીક જીજે - 14 - Z - 9828 નંબરના ટ્રક ચાલકે સાઈડ કાપવા જતા આગળ જતા વાહનની સાઈડ નહિ કાપી શકતા કાર સાથે ટ્રક અથડાવતા કાર પલ્ટી મારી ગઈ હતી. અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક ટ્રક મૂકી નાસી જતા સુકેતુકુમારે ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.