મોરબી : આજ રોજ 12 એપ્રિલે મોરબી જિલ્લાના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ અને માલધારી સમાજના આગેવાન સ્વ. નાથાભાઈ સામતભાઈ ડાભીની દ્વિતીય પુણ્યતિથિ નિમિતે રાજકોટ સદભાવના વૃદ્ધાશ્રમમાં 51 હજાર રૂપિયાની આજીવન તિથિ લખાવી વૃદ્ધ માતા પિતાને ભોજન કરાવ્યું હતું. નાથાભાઈના પુત્ર અને પેટ્રોલિયમ એસોસિયેશન મોરબી જિલ્લાના પ્રમુખ વિનોદભાઈ નાથાભાઈ ડાભીએ પોતાના પિતાની પુણ્યતિથિએ વૃદ્ધોને ભોજન કરાવી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.