લાઈવ ડીજે,રથ,પ્રસાદ,ફુલ, ફટાકડા,શરબત,શણગાર સાથે વાજતે ગાજતે શોભાયાત્રા મુખ્યમાર્ગો ઉપર ફરી મોરબી : મોરબીમાં આજે મોચી સમાજના સંત લાલાબાપાની ૮૨મી પુણ્યતિથિ નિમિત્તે શ્રી લાલાબાપાની શોભાયાત્રાનુ વાજતે ગાજતે આયોજન કરવામાં આવ્યું હતું. લાઈવ વીડિયો રેકોર્ડિંગ,લાઈવ ન્યુઝ,ડીજે,રથ,પ્રસાદ, ફુલ,ફટાકડા,શરબત, શણગાર સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. મોરબીમા મોચી શેરીમાં આવેલ મોચી મંદિર ખાતેથી લાલાબાપાની શોભાયાત્રા વાજતે ગાજતે રાસ ગરબા સાથે નીકળી,કુબેરનાથ મહાદેવ વાળા રસ્તે થઈને,ગ્રીન ચોક ત્યાંથી સીધું નહેરુ ગેટ ત્યા 30 મિનિટ રોકાણ સાથે લાલાબાપા રથનુ નહેરુ ગેટ ચોકમાં સુશોભીત મંડપ સાથે ફટાકડા અને ફુલ વડે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ રાસ ગરબા તથા ઠંડાપીણાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોચી સમાજના મોટી સંખ્યામાં લોકો વેપાર ધંધા બંધ રાખીને જોડાયા હતા.આ ભવ્ય શોભાયાત્રા મુખ્યમાર્ગો ઉપર ફરીને પૂર્ણ થઈ હતી. બાદમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. આ શોભાયાત્રા ભવ્ય રીતે યોજાય તે માટે તેને સફળ બનાવવા મોચી સમાજના આગેવાનો સહિત સમસ્ત સમાજના લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી.