જોધપર નદી નજીક બનેલી ઘટનામાં ફાયર બ્રિગેડે આગ બુઝાવી, ડ્રાઇવર હેમખેમ મોરબી : મોરબીના જોધપર નદી નજીક પુઠ્ઠા પસ્તી ભરેલ ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠતા મોરબી ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી, સદનસીબે આગની આ ઘટનામાં ડ્રાઇવરનો બચાવ થયો હતો. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના જોધપર નદી, મચ્છુ ડેમ નજીક જીજે - 03 - BY - 6708 નંબરના પુઠ્ઠા પસ્તી ભરેલ આઇસર ટ્રકમાં આગ લાગતા મોરબી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડ ટીમે પાણીનો મારો આગ બુઝાવી હતી. આગની આ ઘટનામાં સદનસીબે ડ્રાઇવરનો આબાદ બચાવ થયો હોવાનું ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું.