મોરબી : ગઈકાલે તારીખ 9 એપ્રિલના રોજ રાજપુરોહિત જ્ઞાતિ મોરબી-કચ્છ ભુજનું સંમેલન મળ્યું હતું. આ સંમેલનમાં પ્રમુખ અને હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. રાજપુરોહિત જ્ઞાતિ મોરબી-કચ્છ ભુજના પ્રમુખ તરીકે સતત ચોથી વખત કેતનભાઈ આર. લવા ચૂંટાયા હતા જ્યારે ઉપપ્રમુખ તરીકે રવિભાઈ એચ. જોષી, મંત્રી તરીકે પાર્થભાઈ એચ. જોષી, સહ મંત્રી તરીકે શુભમ આશા અને ખજાનચી તરીકે નિશિતભાઈ પૂંજાણીની વરણી કરવામાં આવી છે.