મોરબી : મોરબી સીટી એ ડીવીઝન પોલીસે શહેરના વાઘપરા શેરી નંબર 12મા બાતમીને આધારે સાહિલ સીદીકભાઈ ચાનીયાના રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂની પાંચ બોટલ કબ્જે કરી હતી. જો કે, દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા પોલીસે સાહિલને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.