પરીક્ષામાં ચોરી અટકવવા 11 ફ્લાઈંગ સ્કવોર્ડ સુપર વિઝન કરશે મોરબી : રવિવારે સમગ્ર રાજ્યની સાથે સઘન વ્યવસ્થા સાથે મોરબી જિલ્લામાં જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાનેર છે. જેમાં મોરબી જિલ્લામાં 21120 ઉમેદવારો જુનિયર ક્લાર્કની પરીક્ષા આપશે. પરીક્ષામાં ચોરી અટકવવા 11 ફ્લાઈંગ સ્કવોર્ડ સુપર વિઝન કરશે અને આ વખતે એક જ ક્લાસમાં એક જિલ્લાને બદલે જુદા-જુદા જિલ્લાના ઉમેદવારો પરીક્ષા આપશે. મોરબીના ડે. ડી.ડી.ઓ. ઇલાબેન ગોહિલે જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં જુનિયર ક્લાર્કની પરીક્ષાની તૈયારીઓ પુરી કરી લેવામાં આવી છે.મોરબી જિલ્લામાં 21120 ઉમેદવારો જુનિયર ક્લાર્ક પરીક્ષા આપશે. જેના માટે મોરબી જિલ્લામાં 68 કેન્દ્રોમાં 704 બ્લોક છે. પરીક્ષા માટે 11 ફ્લાઈંગ સ્કવોર્ડની રચના કરવામાં આવી છે. 21 રૂટ દ્વારા પેપરો પોહચાડવા તેમજ સીસીટીવી મારફત વોચ રાખવામાં આવશે. 3 બ્લોક દીઠ એક સુપરવાઇઝર સહિતનો સ્ટાફ ફાળવવામાં આવ્યો છે. પરીક્ષાના ચોરી ન થાય તેમજ પેપર લીક ન થાય તેની પૂરતી તકેદારી રાખવામાં આવશે. એક કેન્દ્ર ઉપર પાંચનો પોલીસ સ્ટાફમાં એક એએસઆઈ અથવા પીએસઆઇ, બે પુરુષ અને બે મહિલા પોલીસ કર્મચારીઓ સઘન ચેકિંગ કરશે. પરીક્ષામાં કોઈપણ વસ્તુ લઈ જવાની મનાઈ છે. મોરબી જિલ્લા બહારના પરિક્ષાર્થીઓ પરીક્ષા આપવાના હોય ગયા વખતે એક ક્લાસમાં એક જિલ્લાના ઉમેદવારોને રખાયા હોય પણ આ વખતે એક જ ક્લાસમાં જુદાજુદા જિલ્લાના ઉમેદવારોને રખાશે.