મોરબી : ગુજરાત સરકાર દ્વારા આયોજીત ડીસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ યોજના હેઠળ સમગ્ર ગુજરાત રાજ્યમાં કબડ્ડી રમતમાં મોરબીના જેતપર (મચ્છુ) ગામના જાડેજા વીરભદ્રસિંહ કનકસિંહની પસંદગી થઈ છે. ગુજરાત હાઉસિંગ બોર્ડ, રામેશ્વર મંદિર પાસે, શેરી નંબર 9, બ્લોક નં 184, મોરબી ખાતે રહેતા ઉગતી પ્રતિભા એવા વીરભદ્રસિંહએ સમગ્ર મોરબીમાં 1 અને ગુજરાત રાજ્યમાં 49મો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. આ સિદ્ધિ બદલ વીરભદ્રસિંહએ જેતપર (મચ્છુ) ગામનું નામ સમગ્ર રાજ્યમાં રોશન કરતા ચોતરફથી અભિનંદન વર્ષા થઇ રહી છે.