મોરબી - જેતપર અને મોરબી હળવદ સહિતના માર્ગોના શુભારંભ સમારોહ પ્રજાને ઊંધા ચશ્માં પહેરાવવા સમાન હોવાનો કોંગ્રેસ યુવા અગ્રણીનો આરોપ મોરબી : આજરોજ મોરબી જિલ્લા ભાજપ દ્વારા મોરબી - જેતપર અને મોરબી હળવદ સહિતના માર્ગોના શુભારંભ સમારોહનું આયોજન કરાયું છે ત્યારે મોરબી જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ અલ્પેશ કોઠીયાએ ભાજપના આગેવાનો દ્વારા અગાઉ આ રોડ રસ્તાના ખાતમુહૂર્ત થઈ ગયા હોવા છતાં પ્રજાને મૂર્ખ બનાવવા આવા કાર્યક્રમ યોજી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો છે. મોરબી જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ અલ્પેશ કોઠીયાએ જણાવ્યું છે કે, મોરબી મહેન્દ્રનગર ખાતે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા મોરબી જેતપર અણીયાળી રોડનું મુહુર્ત રાખવામાં આવેલ છે જે ખાત મુહુર્ત તો હકીકતમાં ગત તા.19/02/2022 નાં દિવસે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઇ લોકાર્પણ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટથી થઈ ચૂક્યું છે. જે ભાજપની ઓફિશિયલ વેબસાઈટ પર પણ ઉપલબ્ધ છે. ત્યારે મોરબીના ભાજપના નેતાઓ ખોટો જશ ખાટવા અને મોરબીની પ્રજાને મૂર્ખ બનાવવા બીજી વખત આજ કામોનું આજે તા.08/04/2023 નાં રોજ શુભારંભ સમારોહના નામે જાહેર કરેલ છે. વધુમાં મોરબી યુવા કોંગ્રેસ ભાજપના આવા કાર્યક્રમનો વિરોધ નોંધાવી મોરબીની પ્રજાને જાગૃત કરનાર હોવાનું જણાવતા કહ્યું હતું કે, એક ને એક કામના બબ્બે વખત ખાત મુહુર્તએ પણ દેશના વડાપ્રધાનને ઉપર વટ જઈને કરવામાં આવી રહ્યા હોવાનો તમેને અંતમાં આરોપ લગાવી ભાજપની પ્રસિદ્ધિ માટેના કાર્યક્રમનો વિરોધ વ્યક્ત કર્યો હતો.