મોરબી : ગુજરાત સરકાર દ્વારા આયોજીત ડીસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ યોજના હેઠળ સમગ્ર ગુજરાત રાજ્યમાં ફેન્સીંગ રમતમાં મોરબીના કોયલી ગામના જાડેજા હરપાલસિંહ નરેન્દ્રસિંહની પસંદગી થઈ છે. ઉગતી પ્રતિભા એવા હરપાલસિંહએ સમગ્ર ગુજરાત રાજ્યમાં 11મો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. આ સિદ્ધિ બદલ હરપાલસિંહએ કોયલી ગામનું નામ સમગ્ર રાજ્યમાં રોશન કરતા ચોતરફથી અભિનંદન વર્ષા થઇ રહી છે.