મજૂરીકામ અંગે કામ હોવાનું કહી આરોપી અપહરણ કરી ગયો મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતી સગીરાને મજૂરી કામે લઈ જવાનું કહી ઘેરથી અપહરણ કરી ગયા બાદ ઢગાએ લગ્નની લાલચે ત્રણ ત્રણ વખત દુષ્કર્મ ગુજારતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતી સગીરાને ઇન્દિરાનગરમાં રહેતો દિનેશ ગણેશ વાઘેલા નામનો શખ્સ ઘેરથી મજૂરી કામનું કામ હોવાનું જણાવી લગ્નની લાલચ આપી બળજબરીથી ત્રણેક વખત દુષ્કર્મ આચરતા સગીરાના માતાએ આરોપી દિનેશ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ 363, 366, 376 (2) તેમજ પોકસો સહિતની કલમો મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.