મોરબી : હરડે પ્રચાર કેન્દ્ર મોરબી દ્વારા આગામી તારીખ 9 એપ્રિલ ને રવિવારના રોજ શનાળા રોડ ઉપર માર્કેટિંગ યાર્ડની બહારની બાજુએ નેચરલ વસ્તુઓનું રાહતદરે વેચાણ કરવામાં આવશે. હરડે પ્રચાર કેન્દ્ર મોરબી દ્વારા માર્કેટિંગ યાર્ડની બહારની બાજુએ, શનાળા રોડ મોરબી ખાતે 9 એપ્રિલ ને રવિવારે સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી બાળકો માટે કબજિયાતમાં ઉપયોગી એવી ગરમાડાની સિંગ ફ્રીમાં આપવામાં આવશે. આ ઉપરાંત રાહતદરે ફૂલછોડનું વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત વેચાણ કેન્દ્ર પર હરડે પાવડર, ગૌમૂત્ર અર્ક, દેશી ગોળ, કેળાના પાપડ, આમળા- અરીઠા- શિકાકાઈ પાવડર, સિંધાલુણ નમક, નગોળનું તેલ, દસ જાતના ગુલાબ તેમજ અન્ય અલગ અલગ ફૂલછોડ, આંબળાની મીઠી કેન્ડી, રસોડામાં ઉપયોગી એવા લાકડામાંથી બનાવેલા પાટલા, વેલણ, જેરણી, દેશી ટામેટા, ગોલ્ડન બેરી વગેરે વસ્તુઓનું વેચાણ થશે. આ વેચાણ કેન્દ્રનો લાભ લેવા હરડે પ્રચાર કેન્દ્ર મોરબીના સંયોજક જીતુભાઈ ઠક્કરની યાદીમાં જણાવાયું છે.