ખડગપુર અને આદ્રા ડિવિઝન પર આદિવાસી કુર્મી સમાજ દ્વારા ચાલી રહેલા આંદોલનને કારણે ત્રણ ટ્રેન રદ કરાઈ મોરબી : અમદાવાદ-હાવડા એક્સપ્રેસ, શાલીમાર-ભુજ વીકલી એક્સપ્રેસ અને શાલીમાર-પોરબંદર એક્સપ્રેસ ટ્રેનો દક્ષિણ પૂર્વ રેલવેના ખડગપુર અને આદ્રા ડિવિઝન પર આદિવાસી કુર્મી સમાજ દ્વારા ચાલી રહેલા આંદોલનને કારણે રદ રહેશે. 08 અને 09 એપ્રિલ 2023ના રોજ અમદાવાદથી ઉપડનારી અમદાવાદ-હાવડા એક્સપ્રેસ નંબર 12833 રદ રહેશે. 08 એપ્રિલ 2023 ના રોજ હાવડાથી ઉપડતી ટ્રેન નંબર 12834 હાવડા-અમદાવાદ એક્સપ્રેસ રદ રહેશે. 08 એપ્રિલ 2023 ના રોજ શાલીમારથી ઉપડતી ટ્રેન નંબર 22830 શાલીમાર-ભુજ એક્સપ્રેસ રદ રહેશે. ટ્રેન નંબર 12906 શાલીમાર-પોરબંદર એક્સપ્રેસ 07 અને 08 એપ્રિલ 2023 ના રોજ શાલીમારથી ઉપડતી રદ રહેશે. [caption id='attachment_200685' align='alignnone' width='300'] 1278345107[/caption]