ખોખરા હનુમાન ધામમાં આવેલ ગુજરાતની સૌથી મોટી 108 ફૂટ ઊંચી હનુમાનજીની મૂર્તિના દર્શન કરીને લોકોએ ધન્યતા અનુભવી,હનુમાનજીની મૂર્તિને સાત અબજ રામના નામ લખીને અર્પણ કરાયા મોરબી : મોરબીના ખોખરા હનુમાન ધામ ખાતે હનુમાન જયંતીની ધર્મોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. ખોખરા હનુમાન ધામમાં આવેલ ગુજરાતની સૌથી મોટી 108 ફૂટ ઊંચી હનુમાનજીની મૂર્તિના દર્શન કરીને લોકોએ ધન્યતા અનુભવી હતી. તેમજ હનુમાનજીની મૂર્તિને સાત અબજ રામના નામ લખીને અર્પણ કરાયા હતા. મોરબી પંથક અને ગુજરાતભરના આસ્થાના કેન્દ્ર એવા ભરતનગર અને બેલા વચ્ચે આવેલ ખોખરા હનુમાન ધામ ખાતે આજે હનુમાન જયંતિએ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. હોમ હવન, મહાપ્રસાદ, ધૂન ભજન, રામ નામના જાપ અને સંતવાણી સહિતના કાર્યક્રમનું આયોજન થયું હતું.અને રામ ચરિત માનસનું આયોજન થયું છે. ખોખરાધામ હનુમાન ખાતે હનુમાનજી જયંતિ નિમિતે આ સંતવાણી સહિતના કાર્યક્રમો તા.9 સુધી યોજાશે. આજે હનુમાન જયંતિએ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને હનુમાનજીની પૂજા અર્ચના કરી હતી. તેંમજ ત્રણ દિવસ સુધી ચાલનારા વિવિધ કાર્યક્રમોનો શ્રદ્ધાભેર લાભ લઇ રહ્યા છે. અને ખોખરા હનુમાન ધામમાં આવેલ ગુજરાતની સૌથી મોટી 108 ફૂટ ઊંચી હનુમાનજીની મૂર્તિના દર્શન કરીને લોકોએ ધન્યતા અનુભવી હતી. તેમજ હનુમાનજીની મૂર્તિને સાત અબજ રામના નામ લખીને અર્પણ કરાયા હતા.