શ્રીમદ રાજચંદ્ર, રમાબાઈમાં જેવા મહાનુભાવોની ભૂમિમાં નીમ કરોલી બાબાએ ધર્મભક્તિ કરી હતી મોરબી : શ્રીમદ રાજચંદ્રની જન્મભૂમિ અને રામબાઈમાં જેવા મહાનુભાવોની પાવન ભૂમિ વવાણીયામાં વિશ્વ પ્રસિદ્ધ નીમ કરોલી બાબાએ બચપણ વિતાવ્યું હોવાનું અને અહીં નીમ કરોલી બાબા જે મંદિરે ભક્તિવંદના કરતા તે હનુમાનજી મંદિર આજે પણ અડીખમ ઉભું છે અને બાબાના ભક્તો દ્વારા તાજા ભૂતકાળમાં આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. અમેરિકન બિઝનેસ ટાયકૂન અને એપલ કંપનીના માલિક સ્ટીવ જોબ્સ, ફેસબુકના સીઈઓ માર્ક ઝૂકરબર્ગ, ક્રિકેટર વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા સહિતની ટોચની હસ્તીઓ શ્રદ્ધા પૂર્વક જેમને શીશ નમાવે છે તેવા નીમ કરોલી બાબાનો જન્મ ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદ જિલ્લાના અક્બરપુરા ગામે થયો હતો અને તેઓને વીસમી સદીના મહાન સંત ગણવામાં આવે છે. બાબાને હનુમાનજીનો અવતાર પણ માનવામાં આવે છે. બોલિવૂડ અને હોલીવુડની ઘણી જાણીતી હસ્તીઓ બાબાના આશ્રમમાં નિયમિત દર્શન માટે પહોંચે છે. નીમ કરોલી બાબાને ચમત્કારિક બાબા કહેવામાં આવે છે. તેમને 20મી સદીના આધ્યાત્મિક સંત, મહાન ગુરુ અને દિવ્યાદશી માનવામાં આવે છે. ભક્તો બાબાને હનુમાનજીનો અવતાર માને છે. બાબાએ પોતાના જીવનમાં હનુમાનજીના 108 મંદિરો બનાવ્યા હતા. બાબાનું સાચું નામ લક્ષ્મીનારાયણ શર્મા હતું. તેમનો જન્મ ઉત્તર પ્રદેશના અકબરપુર ગામમાં 1900ની આસપાસ થયો હોવાનું કહેવાય છે. કહેવાય છે કે બાબાને 17 વર્ષની ઉંમરમાં જ્ઞાન અને શિક્ષણ મળ્યું હતું. બાબા પોતાનો પરિવાર છોડીને ઋષિની જેમ ભટકવા લાગ્યા હતા અને મોરબી જિલ્લાના વાવણીયા ગામમાં લાંબો સમય વિતાવી અહીં હનુમાનજી મહારાજની ભક્તિ કરી હોવાનું અને તેમના સમયનું મંદિર આજે પણ અહીં મોજુદ હોય બાબાના ભક્તો દ્વારા 2022 માં અહીં મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. બાબાના ભક્તોએ તેમની પાસેથી અનેક દૈવી અને અલૌકિક ચમત્કારોનો અનુભવ કર્યો છે. દેશ-વિદેશમાં પણ લોકો બાબા પ્રત્યે ઊંડી શ્રદ્ધા અને આસ્થા ધરાવે છે. બોલિવૂડથી લઈને હોલીવુડની હસ્તીઓ પણ બાબાના આશ્રમમાં તેમના દર્શન માટે આવે છે ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માએ વૃંદાવનમાં નીમ કરોલી બાબાની સમાધિની પુત્રી વામિકા સાથે મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે, હોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી જુલિયા રોબર્ટ્સ પણ માનસિક શાંતિ માટે નૈનીતાલમાં બાબા નીમ કરૌલીના ધામની મુલાકાતે ગઈ હતી.