મોરબી : મોરબીના નજરબાગ રેલવે સ્ટેશન પાસે નદીની ખાડીમાં ન્હાવા પડેલા 16 વર્ષના સગીરનું ડૂબી જવાથી મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના નજરબાગ રેલવે સ્ટેશન પાસે બૌદ્ધનગર પાછળ નદીની ખાડીમાં સાંજે 5 વાગ્યાના અરસામાં 4થી 5 જેટલા મિત્રો નહાવા પડ્યા હતા. આ દરમિયાન હર્ષદ જીતુભાઇ સનાળીયા નામનો 16 વર્ષનો સગીર ડૂબી ગયો હતો. આ મામલે ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગે તાકીદે ઘટના સ્થળે દોડી આવી સગીરની શોધખોળ હાથ ધરી હતી. જે દરમિયાન આ સગીરનો મૃતદેહ મળી આવ્યો હતો.