મોરબી : ઉનાળાની ઋતુમાં ઠંડા પ્રદેશોમાં ફરવાની મજા જ કંઈક ઔર હોય છે. ત્યારે મોરબીના વિરપરના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન સંકુલની કોમર્સ વિભાગની વિદ્યાર્થિનીઓ હાલ હિમાચલ પ્રદેશના પ્રવાસની મજા માણી રહી છે. નવયુગ સંકુલની વિદ્યાર્થિનીઓએ ગઈકાલે તારીખ 3 એપ્રિલના રોજ મનાલી, સિસ્સું, અટલ ટનલ, સોલંગ વેલીની મુલાકાત લઈ લદ્દાખ રોડ પર આવેલી ચંદ્રતાલ નદીના કિનારે બરફની મજા માણી હતી.