ધર્મનાથ જૈન મિત્ર મંડળ દ્વારા બોયઝ હાઈસ્કૂલમાં ભવ્યાતિભવ્ય ઉજવણી કરાઈ મોરબી : મોરબીના ધર્મનાથ જૈન મિત્ર મંડળ દ્વારા પ્રભુ મહાવીર સ્વામીના 2621મી જન્મ કલ્યાણકની મોરબીની સમસ્ત પાઠશાળાના બાળકો તથા બલિકાઓ દ્વારા બોયઝ હાઈસ્કૂલમાં ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પ્રભુ મહાવીર સ્વામીના 2621મી જન્મ કલ્યાણક પ્રસંગે મારબીની અનેકવિધ સંસ્થાઓ તથા મહાનુભવો અને દાતા પરિવારોની ઉપસ્થિતિમાં ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા નૃત્ય નાટિકા પ્રસ્તુત કરવામાં આવી હતી. આ નૃત્ય નાટિકાનું ડ્રેસીગ શૈલેન મનુભાઈ ડ્રેસવાલા મોરબી દ્વારા કરવામાં આવ્યું હતું.. ધર્મનાથ જૈન મિત્ર મંડળના પ્રમુખ નિલેશભાઈ અને મંત્રી જયેશભાઈ કોઠારી કમિટી મેમ્બર નેમિલ, જૈનમ, વિરલ, પ્રશાંત, રોનક અને સિદ્ધાર્થ અને ધર્મનાથ મિત્ર મંડળ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવાઈ હતી.