માનસિક બીમારીના તબીબ પાસે તપાસ કરાવાઈ, બીપી પણ ચેક કરાયું મોરબી : મોરબીના ઝુલાતપુલ કેસમાં હાલ મોરબી જેલ હવાલે રહેલા ઓરવા કંપનીના એમડી જયસુખ પટેલને આજે ફરી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં માનસિક બીમારીના તબીબ પાસે તપાસ કરાવાઈ હતી અને તેમના બીપીનું પણ ચેકઅપ કરાયું હતું. મોરબી સબજેલમાં રહેલા જયસુખ પટેલને થોડા દિવસો પહેલા ગત શનિવારે બીપીની તકલીફને લીધે ગભરામણ થતા તાકીદે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ડોક્ટરે સારવાર કરી તેમનું સ્વાસ્થ્ય નોર્મલ હોવાનું જણાવી સોમવારે રૂટિન ચેકઅપ માટે આવવાનું કહ્યું હતું. આથી આજે સોમવારે જેલના સતાવાળાઓએ ચુસ્ત બંદોબસ્ત સાથે જયસુખ પટેલને ફરી સિવિલ હોસ્પિટલમાં લઈ આવવામાં આવ્યા હતા. જ્યાં જયસુખ પટેલને માનસિક રોગોના નિષ્ણાત પાસે નિદાન કરાવવામાં આવ્યું હતું અને બીપીની પણ તકલીફ હોય તેઓનું બીપી ચેકઅપ કરવામાં આવ્યું હતું.આમ આજે જયસુખ પટેલનું રૂટિન ચેકઅપ કરીને ફરી જેલમાં ખસેડાયા હતા.