વાંકાનેર : વાંકાનેર શહેરના વાકાનેર કુંભારપરા વિસ્તારમાં રહેતા કિશનભાઇ લખમણભાઇ ઉર્ફે હકાભાઇ રાઠોડની માલિકીનું રૂપિયા 20 હજારની કિંમતનું હીરો સ્પ્લેન્ડર બાઈક ઘર પાસેથી કોઈ અજાણ્યા તસ્કરો ચોરી કરી જતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં ઈ એફઆરઆઇના આધારે અજાણ્યા તસ્કર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.