મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પંચાસર રોડના નાકા પાસે જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા ઇકબાલ જમાલભાઈ રાઉમાને રોકડા રૂપિયા 700 સાથે ઝડપી લીધો હતો. પોલીસની પૂછતાછમા આરોપી વરલીના આંકડાની કપાત રસીદ જુમાભાઈ ચૌહાણ પાસે કરાવતો હોવાની કબૂલાત આપતા પોલીસે રસીદને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.