દરરોજ અંદાજે 1 હજાર ઉપર લોકોનું ટેસ્ટિંગ, આજે રજાનો દિવસે માત્ર 164 લોકોનું જ ટેસ્ટિંગ કરાયું મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના કેસો અટકવાનું નામ લેતા નથી. તેવામાં જિલ્લામાં આજે રજાના દિવસે ટેસ્ટિંગની સંખ્યા ઘટાડવામાં આવી હોય આજે માત્ર 4 જ કેસ નોંધાયા છે. સામે એક્ટિવ કેસ ઘટીને 174 એ પહોંચી ગયા છે. મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આજે 164 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 4 શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાં મોરબી ગ્રામ્યમાં 2 કેસ, માળિયામાં 2 કેસ નોંધાયા છે. આજે 17 દર્દીઓ રિકવર થયા છે એટલે એક્ટિવ કેસની સંખ્યા આજની સ્થિતિએ ઘટીને 174એ પહોંચી ગઈ છે.