વાંકાનેર ઢુંવા ચોકડી નજીક બનેલો અરેરાટી ભર્યો બનાવ વાંકાનેર : વાંકાનેર શહેરમાં રહેતા અને ઢુંવા ચોકડીએ ટ્રાન્સપોર્ટ કર્મચારી યુવાને અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરની પંચશીલ સોસાયટીમાં રહેતા અને ઢુંવા ચોકડી નજીક સૌરાષ્ટ્ર ટ્રાન્સપોર્ટની ઓફીસમાં કામ કરતા જય મનોજભાઇ ખોરજા ઉ.30 નામના યુવાને કોઇ અગમ્ય કારણોસર ઓફિસમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે વાકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.