ટંકારાના નેકનામ ગામના રહીશોએ પોતાના ફળિયામાં નીકળતી પવનચક્કી વિજલાઈનથી અકસ્માત થવાની ભીતિ સાથે મામલતદારને રજુઆત કરી ટંકારા : ટંકારાના નેકનામ ગામના રહીશોએ પોતાના ફળિયામાં નીકળતી પવનચક્કી વિજલાઈનથી અકસ્માત થવાની ભીતિ સાથે મામલતદારને રજુઆત કરી છે અને મકાનોના ફળિયામાં આવતી પવનચક્કીની વિજલાઈન તાકીદે દૂર કરવા માંગ ઉઠાવી છે. ટંકારાના નેકનામ ગામના રહીશોએ મામલતદારને રજુઆત કરીને જણાવ્યું હતું કે, તેમના મકાનોના ફળિયામાંથી પવનચક્કીની વિજલાઈન નીકળે છે. આ વિજલાઈનથી રહીશોને અકસ્માત થવાની ભીતિ હોવાની કાયમી માટે નડતરરૂપ છે. જો કે આ વિજલાઈન દૂર કરવા માટે જવાબદાર વ્યક્તિને રજુઆત કરી હોય પણ તે કોઈ વાત માનવા તૈયાર ન હોય સામે વિજલાઈન જોખમી હોય ઘરના ફળિયામાં વિજપોલ ન નાખવા જણાવી અન્યત્ર જગ્યાએ આ પવનચક્કીની વિજલાઈન ખસેડવાની માંગ કરી છે.