મોરબી : મોરબીની વિશ્વકર્મા સોસાયટીમાં આવેલા વિશ્વેશ્વર બાલાજી મંદિરે હનુમાન જયંતી ભવ્ય ઉજવણી કરવામાં આવશે. વિશ્વેશ્વર બાલાજી મંદિર ખાતે આગામી તારીખ 6 એપ્રિલને હનુમાન જયંતીના દિવસે સવારે 9 વાગે ધ્વજાની પૂજન વિધિ કરી મંદિરે ધ્વજારોહણ કરાશે. બપોરે ધૂનનું આયોજન કરાયું છે. જ્યારે સાંજે 4 થી 6 વાગ્યા દરમિયાન સુંદરકાંડના પાઠ યોજાશે. 6 વાગ્યા હનુમાન ચાલીસાના પાઠ થશે. આ ઉપરાંત ઝૂલતા પુલ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગત આત્માના કલ્યાણ અર્થે રાત્રે ધૂન યોજાશે. સાંજે 7 વાગ્યે રાજાભાઈ વિનોદભાઈ લખતરિયા તરફથી મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સોસાયટીના પ્રમુખ એ. કે. ઠોરિયા જહેમત ઉઠાવી રહ્યા છે.