મોરબીઃ મોરબીની વાંચન પ્રિય જનતા માટે આવતીકાલે રવિવારના રોજ મોરબીના સરદારબાગ ખાતે પુસ્તક પરબનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે તારીખ 2 એપ્રિલ ને રવિવારના રોજ સવારે 9 વાગ્યાથી 11-30 વાગ્યા સુધી મોરબીના શનાલા રોડ પર આવેલા સરદારબાગ ખાતે પુસ્તક પરબનું આયોજન કરાયું છે. મોરબીમાં આ 53મો પુસ્તક પરબ કાર્યક્રમ યોજાશે. જેમાં 3 હજારથી વધુ વૈવિધ્યપૂર્ણ પુસ્તકોનો ખજાનો વિનામૂલ્યે વાંચવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ તકે ડો. સંજય બી. દંતાલિયા લિખિત જીવનનો પરિચય પણ કરાવાશે.