મોરબી : મોરબીના કૈણકડાની વાડી, ઓમ પાર્ક સોસાયટીની બાજુમાં નાની કેનાલ રોડ ખાતે આગામી તારીખ 8 એપ્રિલ થી 14 એપ્રિલ સુધી પરમાર પરિવાર દ્વારા પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પિતાંબરભાઈ ભીમજીભાઈ પરમાર, ભાણજીભાઈ ભીમજીભાઈ પરમાર અને ભવાનભાઈ ભીમજીભાઈ પરમાર અને પરમાર પરિવાર દ્વારા સર્વે પિતૃઓના પુણ્ય સ્મરણાર્થે મોરબી ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું છે. જેમાં 8 એપ્રિલ થી 14 એપ્રિલ સુધી સવારે 9 થી 12 અને બપોરે 3 થી 6 વાગ્યા સુધી દ્વારકાના લાંબા બંદરવાળા વક્તા શાસ્ત્રીજી મહેશભાઈ મનુભાઈ લાબડીયા વ્યાસપીઠ પર બિરાજી કથાનું રસપાન કરાવશે. આ ઉપરાંત દરરોજ બપોરે 12 કલાકે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે. દરરોજ રાત્રે 9-30 કલાકે સંતવાણી, લોકડાયરો પણ યોજાશે. કથા દરમિયાન દરરોજ વિવિધ ધાર્મિક પ્રસંગો ઉજવાશે. તો આ કથાનો લ્હાવો લેવા સર્વેને આમંત્રણ પાઠવાયું છે.