નવા હોદેદારોનો સન્માન સમારોહ તથા જુના હોદેદારોનો વિદાય સમારોહ યોજાયો મોરબી : પાટીદાર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત પાટીદાર ધામમાં ટ્રસ્ટી મંડળના મહામંત્રી અને ખજાનચીની નિમણૂક કરવામાં આવી હતી. આ સાથે સન્માન સમારોહ તથા જુના હોદેદારોનો વિદાય સમારંભ પાટીદાર ધામ ઓફિસ ખાતે યોજાયો હતો. ટ્રસ્ટ ચાલુ થયું ત્યાંરથી મહામંત્રી તરીકે સેવા આપતા નાનજીભાઈ મોરડીયા અને ખજાનચી તરીકે સેવા આપતા ચમનલાલ કુંડારીયા સેવા નિવૃત્ત થયા અને નવા મહામંત્રી તરીકે મહાદેવભાઇ રંગપરીયા અને ખજાનચી તરીકે અશોકભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી હતી. જેમાં તમામ ટ્રસ્ટી મંડળ દ્વારા તેઓનું પુષ્પગુચ્છ દિવાલ ઘડિયાળ અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રમુખ સેવક કિરીટ ભાઈ દેકાવડીયા, ચંદુભાઈ મોરડીયા, વલ્લભભાઈ મોરડીયા,સોનલબેન,પાર્થિવભાઈ, જયભાઈ, કેવળભાઈ, ભાવિનાબેન, રૂપલબેન, જલ્પાબેન વગેરે એ હાજરી આપી કાર્યક્રમને દીપાવ્યો હતો.