મોરબીઃ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક અવરનેસ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ટ્રાફિક પી.એસ.આઈ. દીલીપભાઈ ઠક્કર દ્વારા વિદ્યાર્થીઓને લાયસન્સ તેમજ ટ્રાફિકના નિયમોના પાલન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા યોજાયેલા ટ્રાફિક અવેરનેશ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમમાં ટ્રાફિક પી.એસ.આઈ. દીલીપભાઈ ઠક્કર, ગોહીલ સાહેબ સહીતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમના દ્વારા વિદ્યાર્થીઓને લાયસન્સ મેળવવા ઉપરાંત ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અંગે શપથ લેવડાવવામાં આવ્યા હતા. તે ઉપરાંત અકસ્માત નિવારણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ G20 અંતર્ગત ભારતને મળેલા અધ્યક્ષ પદ વિશે પણ માહિતી પ્રદાન કરવામાં આવી હતી. આ તકે મોરબી ઓમવીવીઆઈએમ કોલેજના પ્રિન્સિપાલ ધર્મેન્દ્રભાઈ ગડેશિયા, નિર્મિતભાઈ કક્કડ, ભગીરથસિંહ ઝાલા સહિતના પ્રાધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા.