મોરબી : મોરબી તાલુકાના પીલુડી ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 1માં અભ્યાસ કરતાં વિશ્વજીતસિંહ જાડેજા નામના વિદ્યાર્થીના જન્મદિવસે તેમના પિતાએ શાળાના બાળકોને પુસ્તિકા ભેટ આપીને જન્મદિવસ ઉજવ્યો હતો. હરપાલસિંહ જાડેજાએ તેમના પુત્રના જન્મદિવસે પીલુડી પ્રાથમિક શાળાના 40 વિદ્યાર્થીઓને વાંચન, લેખન માટે ઉપયોગી એવી પ્રથમ પગથિયું નામની પુસ્તિકા ભેટ આપી હતી અને પુત્રના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી. આ કાર્ય બદલ શાળા પરિવારે હરપાલસિંહ જાડેજાનો આભાર વ્યક્ત કર્યો હતો.