મોરબીઃ મોરબી તાલુકાના લખધીરનગર ગામની પ્રાથમિક શાળામાં આજ રોજ રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આજે ઠેર ઠેર રામનવમીની ઉજવણી કરાઈ રહી છે ત્યારે લખધીરનગર પ્રાથમિક શાળામાં ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ દ્વારા સીતાજીનું રાવણ દ્વારા હરણ અને રામ-રાવણ યુદ્ધનું નાટક રજૂ કર્યું હતું. જ્યારે ધોરણ 3 થી 5ના વિદ્યાર્થીઓ દ્વારા રામાયણના વિવિધ પ્રસંગો અંગે વક્તવ્યો રજૂ કરવામાં આવ્યા હતા. સાથે સાથે વિદ્યાર્થીઓએ શ્રી રામ, લક્ષ્મણ, હનુમાન, સીતાજીની વેશભૂષા ધારણ કરી અભિનય રજુ કર્યા હતા. વિદ્યાર્થીઓમાં આધ્યાત્મિક ગુણો વિકસે તથા સંસ્કૃતિનું જતન થાય એવા પ્રયાસનાં ભાગ રૂપે શાળા દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.